રાગ દ્વારા રસની નિષ્પત્તિ
DOI:
https://doi.org/10.69919/mqt02r71Keywords:
રસ, સંગીત, ભાવ, કલા, મન, રાગ, આનંદ, આત્માનંદAbstract
લલિત કલાઓ સંગીત, નૃત્ય, ચિત્રકલા, નાટક, સાહિત્ય વગેરેનો મુખ્ય હેતુ મનનું રંજન કરવાનો છે. આ કળાઓની અભિવ્યક્તિ રસ જન્માવે છે. શ્રોતાજનો જ્યારે આવી કળાની કૃતિનો આસ્વાદ માણે છે ત્યારે તેના મનમાં ઉત્પન્ન થતા ભાવો એટલે રસ. સંગીત માં ગાયક કે વાદક દ્વારા જ્યારે રાગોના માધ્યમથી નાદનું સર્જન કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક રાગ નવરસ પૈકી જુદા જુદા રસની નિષ્પત્તિ કરે છે. તદનુસાર શ્રોતાઓ શ્રૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુત, બીભત્સ, ભયાનક, રૌદ્ર, કરુણ, શાંત રસની પ્રતીતિ કરે છે. રાગના માધ્યમ દ્વારા મનને આનંદમય અવસ્થા પ્રાપ્ત થાય છે અને આ અવસ્થા રસના માધ્યમથી થતી હોઇ તેને રસાવસ્થા કહેવાય છે. રાગમાંથી ભાવનું પ્રગટીકરણ થાય ત્યારે ભાવસૌંદર્ય અને સ્વર માધ્યમનું સૌંદર્ય આ બન્ને ના સમન્વયથી રસ નિષ્પત્તિ થઇ શકે છે. એ જ આનંદ ની અનુભુતિ હોય છે. આનંદ ની પ્રતીતિ થવી એ જ રસ નિર્મિતિ નો હેતુ છે. માધ્યમ દ્વારા અભિવ્યક્તિ ની કાર્યશીલતા એ માત્ર માધ્યમ નો પ્રવાસ ન હોઇ તેમાંના ભાવનો જ પ્રવાસ હોય છે. આ પ્રવાસ સૌંદર્ય પૂર્ણ રીતે વ્યક્ત થવો આવશ્યક છે, અને એ જ રસની પહેલી શરત છે. એટલે જ સંગીત નું માધ્યમ એ રસની નિષ્પત્તિ માટેનું ઉત્કૃષ્ટ માધ્યમ ગણાય છે. એ ખરું કે અભિનય કળામાં દ્રશ્ય શ્રાવ્યનો સુભગ સમનવ્ય હોવાથી શ્રોતાઓ રસની ગહન અનુભુતિ કરી શકે છે. પરંતુ શાસ્ત્રિય સંગીતના નાદ સાથેના અનુસંધાન ને લીધે શ્રોતાઓને અત્યંત સૂક્ષ્મ તલ પર ભાવની ગહન અનુભુતિ થાય છે. જે આત્માનંદ ની અત્યંત નિકટ છે. એ જ શાસ્ત્રિય સંગીતનું વૈશિષ્ટય છે , એ જ તેની મહત્તા છે.
Downloads
References
સ્વરાર્થમણિ – ગાનસરસ્વતિ કિશોરી આમોણકર
'અભિનવ રાગમંજરી - પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે
'હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ' - પંડિત ભાતખંડે
“ સંગીત રત્નાકર”- શારંગદેવ
https://www.aksharnaad.com/2021/07/16/navras-archita-pandya/
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 અદિતી એસ. પટવર્ધન, ડો. પ્રભુતા એન. પટેલ (Author)

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.