પ્રણવઉપાસના દ્વારા શારીરિક, માનસિક અને અધ્યાત્મિક ઉન્નતિ
DOI:
https://doi.org/10.69919/xs7h4v85Keywords:
જ્ઞાનપરંપરા, પ્રણવોપાસના, પ્રાણાયામ, કુંડલીની, નાદ, શારીરિક, માનસિક આધ્યાત્મિક ઉન્નતિ.Abstract
ભારતીય જ્ઞાન પરંપરા આદિકાળથી ચાલી આવી છે. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા બ્રહ્મવિદ્યા નું અધ્યાત્મિક રહસ્ય પ્રાપ્ત થતું રહ્યું છે. ઋષિ મુનિઓએ સાધનામાં બ્રહ્મ તત્વ ની અનુભૂતિ કરી અને તેને માનવહિતમાં પ્રગટ કરી. બ્રહ્મવિદ્યા એ અન્ય વિદ્યાઓની જનની છે, જે અંતર્ગત સંગીતવિદ્યા, નૃત્યવિદ્યા, આયુર્વિધ્યા, જ્યોતિષવિદ્યા, આદિ ચોસઠ વિદ્યાનો સમાવેશ થાય છે. વિદ્યા કોઈપણ હોય તેના દ્વારા જ્ઞાન અર્જિત કરી શકાય છે.
જ્ઞાન ઉપાસકો બ્રહ્મવિદ્યા દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાના પ્રયાસો કરે છે. યોગવિદ્યા ને પણ બ્રહ્મવિદ્યા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં પ્રણવોપાસના વર્ણવાયેલ છે. ૐ ને વેદોએ બ્રહ્મતત્વ કહ્યું છે. ૐ નાદબ્રહ્મ તરીકે ઓળખાય છે તેમ પ્રાણને પણ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. યોગોપાસના એજ પ્રાણોપાસના છે યોગોપાસના માં પ્રાણાયમ અને પ્રણવની એકતા સિદ્ધ થયેલી છે. વેદોમાં ૐ વિદ્યાનું વિષદ વર્ણન જોવા મળે છે તેમાં ૐ ની પ્રાણક્રિયા દ્વારા ઉપાસનાની પદ્ધતિ વર્ણવાયેલ છે. પ્રાણોપાસના કરવા માટે શરીર માધ્યમ બને છે, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનની આવશ્યકતા રહે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાણોપાસના દ્વારા પ્રાપ્ત કરી શકાય. પ્રાણોપાસનામાં જ્યારે ૐ ને યુક્ત કરવામાં આવે ત્યારે ઉપાસકનો સર્વાંગી વિકાસ થાય છે,તે માટે મંત્રઉપાસના, પ્રાણાયામઉપાસના, કુંડલીનીઉપાસના, નાદોપાસના વ્યક્તિને આધ્યાત્મિકતા નીસાથે સ્વાથ્ય પણ પ્રદાન કરે છે, પ્રણવઉપાસના થી મન એકાગ્ર બને છે, પ્રસ્તુત સંશોધનમાં શાસ્ત્રગ્રંથો નો આધાર લેવામાં આવ્યો છે. ૐ ઉપાસના દ્વારા વ્યક્તિ શારીરિક માનસિક, આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરી શકે છે તે સંશોધન નો ઉદેશ્ય રહેલો છે.
Downloads
References
ગીતાપ્રેસ ગોરખપુર, આરોગ્ય અંક, સંવત ૨૦૬૮
ગીતાપ્રેસ ગોરખપુર, યજુર્વેદ, ૨૦૧૦
ચોખમ્બાસંસ્કૃતિ પ્રતિષ્ઠાન, દિલ્હી, શારદા તિલક, ૨૦૧૦
ચોખમ્બા સંસ્કૃતિ પ્રતિષ્ઠાન, દિલ્હી, કઠોનિષદ, ૨૦૧૫
ચોખમ્બા સંસ્કૃતિ પ્રતિષ્ઠાન, દિલ્હી, તૈતરીય ઉપનિષદ, ૨૦૧૫
ચોખમ્બા સંસ્કૃતિ પ્રતિષ્ઠાન, દિલ્હી, યોગ ચુડામણી ઉપનિષદ, ૨૦૧૫
ચોખમ્બા સંસ્કૃતિ પ્રતિષ્ઠાન, દિલ્હી, બ્રહ્મવિદ્યોપનિષદ, ૨૦૧૫
જયંતીભાઈ કિશોરભાઈ પટેલ વડોદરા, આરોગ્ય યુક્ત દીર્ઘ જીવન, ૨૦૧૨
એ.એ ગુજર. અને સિદ્ધાંર્થ અ લડાખે ( ઇન્ફોર્મેશન ટેકનોલોજી જનરલ ) ૨૦૦૯
અમિતકુમાર સિંહ ( દેવ સમાજ મહિલા કોલેજ ફિરોજપુર)૨૦૧૭
ડૉ. અરવિંદ હર્ષદરાય જોશી, સુરત, માંડૂક્ય ઉપનિષદ, ગોડપાદકારિકા, ૧૯૯૯
પ્રદીપકુમાર રાય, પ્રાચ્ય પ્રકાસન, વારાણસી, મંત્રયોગ સંહિતા, ૨૦૦૬
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 પ્રીતીબા રાણા (Author)

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.